અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતી લીધી છે. ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને હરાવ્યા છે. ટ્રમ્પ હવે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ બીજી વખત છે જ્યારે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.
મને અમેરિકાનો જુસ્સો ગમ્યો – ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ આવી જીત ક્યારેય જોઈ નથી, આ અમેરિકાનો સુવર્ણ યુગ હશે. તેમણે કહ્યું કે આ અમેરિકન લોકોની જીત છે જે અમેરિકાને ફરીથી મહાન બનાવશે. નોર્થ કેરોલિના, જ્યોર્જિયા અને પેન્સિલવેનિયા જેવા રાજ્યોએ અમને વોટ આપ્યો અને અમે 315 ઈલેક્ટોરલ વોટ જીતીશું. અમેરિકા ફરી મહાન બનશે. ટ્રમ્પે કહ્યું કે અમે લોકપ્રિય મતમાં પણ આગળ છીએ, મને અમેરિકાનો જુસ્સો અને પ્રેમ ગમ્યો. ટ્રમ્પે કહ્યું કે આવી જીતની કોઈને અપેક્ષા નહોતી, આ જીત અત્યંત અભૂતપૂર્વ છે.
ગેરકાયદેસર ઇમિગ્રેશન પર ટ્રમ્પે શું કહ્યું?
અમારે લોકોને આવવા દેવાના છે પરંતુ તેઓ કાયદાકીય માર્ગે અમેરિકા આવવા જોઈએ, અમે અમેરિકાની સુરક્ષા માટે સરહદની સ્થિતિ મજબૂત કરવી પડશે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓનો પ્રવેશ બંધ થવો જોઈએ. ટ્રમ્પે એલોન મસ્કની પણ પ્રશંસા કરી હતી. મસ્કને એક ચમકતો સિતારો ગણાવતા તેણે કહ્યું કે તેણે પ્રચાર દરમિયાન તેને ઘણો સપોર્ટ કર્યો. ટ્રમ્પે નોર્થ કેરોલિનામાં વાવાઝોડા દરમિયાન મસ્કની કંપની સ્પેસએક્સની અવકાશમાં ઉપલબ્ધિઓ અને સ્ટારલિંકની મદદનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. અમેરિકન મીડિયા હાઉસ ફોક્સ ન્યૂઝે જાહેરાત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણી જીતી ગયા છે. અમેરિકાની ચૂંટણીમાં જીત મેળવીને 47માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના લોકોનો આભાર. આવો નજારો આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય. અમે અમારી સરહદ મજબૂત કરીશું. દેશની તમામ સમસ્યાઓનું સમાધાન કરીશું.
ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે લોકો અમેરિકા પાછા આવે, પરંતુ કાયદાકીય રીતે. અહીં દરેક વ્યક્તિ ખૂબ જ ખાસ અને મહાન છે. ટ્રમ્પે એલન મસ્કના વખાણ કર્યા અને કહ્યું કે તે એક અદભૂત વ્યક્તિ છે. ટ્રમ્પે આગળ કહ્યું કે જે મસ્કે કર્યું છે, શું રશિયા કરી શકે છે, શું ચીન કરી શકે છે, બીજું કોઈ કરી શકે નહીં. તેમણે સ્પેસએક્સના તાજેતરના લોન્ચિંગની પણ પ્રશંસા કરી હતી. ટ્રમ્પે વધુમાં કહ્યું કે આપણે એક એવો દેશ છીએ જેને મદદની સખત જરૂર છે. અમે અમારી સીમાઓ ઠીક કરવા જઇ રહ્યા છીએ
ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિંગ રાજ્યના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ. અમને સ્વિંગ રાજ્યના મતદારોનું સમર્થન પણ મળ્યું છે. આગામી ચાર વર્ષ અમેરિકા માટે સોનેરી સાબિત થવાના છે. જનતાએ અમને ખૂબ જ મજબૂત જનાદેશ આપ્યો છે.