તલાટી કમ મંત્રીના મેરીટ લિસ્ટને લઇ મોટા સમાચાર

0
  • હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમા તેઓએ મહત્વની જાણકારી આપી
  • 6th એડીશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ તા.૦૨-૦૯-૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
  • એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે
તલાટી કમ મંત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેને લઇ હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમા તેઓએ મહત્વની જાણકારી આપી હતી.

તલાટી કમ મંત્રી નું એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

કેવી રીતે જોઇ શકાય
તલાટી કમ મંત્રીના ઉમેદવારો આ વેબસાઇટ (https://gpssb.gujarat.gov.in/) પર ક્લિક કરીને સમગ્ર માહિતી મેળવી શકશે. જેમાં તેઓએ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલ એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જોવા મળશે.

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ હતી. જેનું 6th એડીશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ તા.૦૨-૦૯-૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં સમાવિષ્ટ કુલ ૦૬ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન ઓનલાઇન ચકાસણી કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ હોઈ, આ 6th એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. વધુ માહિતી માટે આપ ઉપર આપેલ લીંક પર ક્લિક કરીને માહિતી મેળવી શકશો.

ત્યારે ટ્વીટ હાલ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષા આપતા યુવાનોમાં વાયરલ થઇ રહ્યુ છે. જેમાં વિવિધ યુવાનોએ તેમા રિપ્લાય કરતા હસમુખ પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top