રાજ્યમાં બે દિવસમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ આવશે. જેથી અનેક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યાત છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:અંબાલાલ
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમને કારણે ફરી ભારે વરસાદ પડશે. તેજ તા. 6 થી 10 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ નોંધાશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. ત્યારે થોડા સમયનાં વિરામ બાદ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા પ્રજાજનોમાં ફરી ચિંતાનું મોજું પ્રસરી જવા પામ્યું હતું. તો બીજી તરફ લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહીઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલ આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તેમજ બંગાળનાં ઉપસાગરમાં એક પછી એક વરસાદી સિસ્ટમ બનશે. જેથી રાજ્યનાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતનાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.