વ્યારા APMC માર્કેટમાં ખેડૂતોને ભીંડાનો યોગ્ય ભાવ ન મળતા સેવા સદનના પરિસરમાં ભીંડા ફેકયા

0
  
તાપી જિલ્લાના વ્યારા APMC માર્કેટમાં ખેડૂતોને ભીંડાનો ભાવ ન મળતા ગઈ કાલે વ્યારા APMC માર્કેટમાં હંગામો કર્યો હતો. ખેડૂતોના આક્ષેપ હતા કે ભીંડાના ભાવ ઓછા આપવામાં આવતા ખેડૂતો ગુસ્સે ભરાયા હતા અને તોડફોડ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. કેટલાક ગુસ્સે ભરાયેલા ખેડૂતો દ્વારા માર્કેટનાં વેપારીના સાધનોની તોડફોડ કરાઇ હતી, અને વેપારીઓના વજન કાંટા સહિત શાકભાજીના કેરેટની તોડફોડ થતાં વ્યારા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો
અને આજે પણ વ્યારા APMC માર્કેટમાં ખેડૂતોને ભીંડાનો ૨૦ કિલોના ૧૦૦ રુ. ભાવ આપતા ખેડૂતો રોષે ભરાય હતા. અને મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ભીંડા લઈને કલેકટર કચેરીના સેવા સદનના ગેટ પર પહોંચી ગયા હતા. અને સેવા સદનના ગેટ પર ભીંડા ફેંક્યા હતા.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top