ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓનું જળસ્તર વધ્યું
ઉપરવાસ અને તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓનું જળસ્તર વધ્યું છે. ગાંડીતૂર બનેલી નદીઓના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારના 40થી વધુ રસ્તાઓ જળમગ્ન થયા છે.
વ્યારા-ઘાટા-માંડવી રોડ બંધ
વ્યારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ત્યારે વ્યારાના કટાસવાણ ગામની ખાડીમાં પાણીની આવક થતા તેના પર બનાવેલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો, વ્યારા માંડવીને જોડતો રસ્તો બંધ
તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. અવિરત મુશળધાર વરસાદને કારણે વ્યારા તાલુકાની મુસા ગામની પ્રાથમિક સ્કૂલમાં પાણી ફરી વળ્યા હતા.