રાજ્યમાં ફરી એકવાર ગણેશ વિસર્જન કરતા સમય ડૂબ્યાની ઘટના સામે આવી છે. પાટણમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરતા સમય એક જ પરિવારના સાત લોકો ડૂબ્યાની વિગતો સામે આવી છે. પાપ્ત માહિતી મુજબ 1 યુવકનો મૃતદેહ મળ્યો છે જ્યારે 3ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને અન્યની શોધખોળ ચાલી રહી છે.
ગણેશ વિસર્જન સમય 7 વ્યકિતઓ ડુબ્યા
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી છે. એમ્બ્યુલન્સ, પોલીસ કાફલો તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સરસ્વતી નદીમાં મેલડી માતાના મંદિર નજીક આ દુર્ઘટના ઘટી છે. અત્રે જણાવીએ કે, બચાવાયેલા ત્રણ લોકોને સારવાર અર્થે જનતા હોસ્પિટલમાં ખસેડાયા છે. વિગતે જણાવીએ તો જે લોકો ડૂબ્યા છે તેમાં એક મહિલા તેમજ બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ પાટણની સાકુંતલ ગ્રીન સિટી સોસાયટીના હોવાની પ્રાથમિક માહિતી છે.
ડૂબેલા લોકોની શોધખોળ ચાલુ
દૂર્ધટના સ્થળે 2 JCB તેમજ 4 ટ્રેક્ટરની લાઈટો કરવામાં આવી છે સાથો સાથ જનરેટરની પણ વ્યવસ્થા કરવમાં આવી રહી છે. બનાવના પગલે 8 જેટલી 108 એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી છે. બેરેજમાં ડૂબેલા ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે