FASTagને કહો બાય બાય! આવી ગઈ સેટેલાઇટ આધારિત ટોલ કલેકશન સિસ્ટમ

0

ભારત સરકારે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે. હાલના સમયમાં કાર અથવા અન્ય વાહનના ડ્રાઇવરને ટોલ પ્લાઝા પર બનેલા ગેટ પર રોકાવું પડે છે અને ફાસ્ટેગ સ્કેનિંગ પછી ટોલ પેમેન્ટ થઇ રહ્યુ છે, ત્યારબાદ ગેટ ખુલે છે અને ટોલપ્લાઝા પરથી વાહન ચાલક આગળ જઇ શકે છે. પરંતુ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમમાં ક્યાંય રોકવાની જરૂર રહેશે નહીં.

FASTag ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે? હવે તમારે ટોલ ટેક્સ ભરવા માટે કોઈપણ ટોલ ગેટ પર રોકાવું પડશે નહીં, કારણ કે હવે નવી સેટેલાઇટ આધારિત સિસ્ટમ હશે. કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે. શરૂઆતમાં તમને બંનેના વિકલ્પો મળશે, જેમાં FASTag અને સેટેલાઇટ સિસ્ટમ બંને હશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે મંગળવારે નેશનલ હાઇવે ફી નિયમ 2008માં સુધારો કર્યો છે. તેમાં સેટેલાઇટ-આધારિત સિસ્ટમની મદદથી ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનનો સમાવેશ થાય છે.

સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ?
સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ માટે કાર અથવા અન્ય વાહન ચાલકે કોઈપણ ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર રહેશે નહીં. કારમાં ઇન્સ્ટોલ કરેલી સિસ્ટમમાંથી પૈસા આપોઆપ કપાઈ જશે. જો કે ફાસ્ટેગ સિસ્ટમ બંધ કરવામાં આવશે કે નહીં તે અંગે કોઈ વિગતો નથી.

હાલની FASTag સિસ્ટમ આરએફઆઇડી ટેગ પર કામ કરે છે, જે ઓટોમેટિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. આ ટ્રેક એક એકાઉન્ટ સાથે જોડાયેલ છે, જે બેંક દ્વારા આપવામાં આવે છે. આમાં યુઝર્સે તેમની તરફથી થોડું બેલેન્સ જાળવવું પડે છે, ટોલ બેરિયર પાર કરતાની સાથે જ તે રૂપિયા FASTag એકાઉન્ટમાંથી કપાઈ જાય છે.

FASTag કરતાં વધુ ઝડપી હશે
આ અંગે કેન્દ્રીય મંત્રીએ પહેલા જ કહ્યું છે કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ FASTag કરતાં ઘણી ઝડપી હશે. સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થયા બાદ ફાસ્ટેગ સિસ્ટમ બંધ કરી દેવાશે કે પછી બંને સિસ્ટમ ચાલુ રહેશે તેવા અનેક સવાલો પણ સામે આવી રહ્યા છે.

20 કિલોમીટરનો નિયમ શું છે?
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ કાર કે અન્ય વાહન હાઈવે, એક્સપ્રેસ વે, ટનલ અથવા બ્રિજ પરથી મુસાફરી કરે છે, જેના પર ટોલ ટેક્સ લાગુ થાય છે. આ દરમિયાન 20 કિલોમીટરની મુસાફરી ફ્રી રહેશે. જો સફર 20 કિલોમીટરથી વધુ હોય તો નિયત અનુસાર પૈસા વસૂલવામાં આવશે.

આમાં પણ ડબલ ટોલ વસૂલવાનો નિયમ છે
જો FASTag બ્લોક થઈ જાય અથવા કામ ન કરે, તો ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીના રૂપમાં ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમમાં પણ આવો જ નિયમ છે. આ માટે અલગ લેન હશે, તેમાં જીપીએસ વગરનું વાહન આવશે તો ડબલ ટોલ વસૂલવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top