દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર કરવામાં આવ્યું

0

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવા માટે આજે સવારે 11.30 વાગ્યે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠક યોજાઇ હતી. આ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4.30 વાગ્યે રાજ્યપાલ (એલજી) વીકે સક્સેનાને મળશે. આ દરમિયાન કેજરીવાલ CM પદ પરથી રાજીનામું આપી દેશે તેવી આશા છે. રાજીનામાની સાથે ધારાસભ્ય દળના નેતાના નામનો પત્ર પણ LGને સુપરત કરી શકાશે. તમને જણાવી દઈએ કે કેજરીવાલે ગઈ કાલે જાહેરાત કરી હતી કે, તેઓ બે દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે અને જનતાની અદાલતમાં જશે.

નવા મુખ્યમંત્રી માટે જેમના નામ સામે આવી રહ્યા છે તેમાં દિલ્હીના મંત્રી આતિશીને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. આ તરફ હવે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. આજે આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નવી સરકારમાં કોઈ ડેપ્યુટી સીએમ નહીં
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની નવી સરકારમાં કોઈ ડેપ્યુટી સીએમ નહીં હોય. માત્ર મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. બે નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી એક આતિશી છે. પાર્ટી એવી વ્યક્તિને લાવવા માંગે છે જે સિસ્ટમને જાણતા હોય અને કામ કર્યું હોય. છેલ્લા બે કલાકથી અરવિંદ કેજરીવાલ 2 નામો પર નેતાઓની સલાહ લઈ રહ્યા છે. મનીષ સિસોદિયાએ ફરી એકવાર આતિશી માટે આગ્રહ કર્યો છે.

મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે તેનાથી કોઈ ફરક પડતો નથી: સૌરભ ભારદ્વાજ
દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે તેનાથી કોઈ ફરક પડતો નથી. જનતાએ કેજરીવાલને પસંદ કર્યા હતા. ખુરશી કેજરીવાલની છે અને ભવિષ્યમાં પણ રહેશે. માત્ર ચૂંટણી સુધી આ ખુરશી પર ભરતની જેમ રામની ગાદી રાખીને વ્યક્તિ બેસે છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક માટે પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાએ ગઈકાલે જ તમામ ધારાસભ્યોને બેઠકની ઔપચારિક નોટિસ મોકલી હતી. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી માટે નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગે ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ રાજકીય બાબતોની સમિતિ (PAC) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વર્તમાન કેબિનેટના તમામ મંત્રીઓ હાજર હતા, જેમની સાથે કેજરીવાલે વન ટુ વન ચર્ચા કરી હતી અને નવા મુખ્યમંત્રીના નામ પર વિચાર મંથન કર્યું હતું.

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ બીજેપી નેતા કપિલ મિશ્રાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની જનતાની ખુશીની કોઈ સીમા નથી, કારણ કે ગણપતિ બાપ્પા પોતાના માર્ગે દિલ્હીની મુશ્કેલીઓનો અંત લાવી રહ્યા છે. કપિલ મિશ્રાએ પોતાના નિવેદનમાં કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કેજરીવાલ રોજ સવારે ઉઠ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપતા હતા, પરંતુ હવે તેમણે મોદીજીના જન્મદિવસના દિવસે રાજીનામું આપવું પડશે.

એક દિવસ પહેલા સોમવારે AAPની રાજકીય બાબતોની સમિતિની બેઠક મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મળી હતી. આ બેઠક વિશે માહિતી આપતા મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે આજે ઉપરાજ્યપાલ પાસે રાજીનામું આપવા માટે સમય માંગ્યો છે. મંગળવારે સાંજે સમય મળ્યો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે PACની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વર્તમાન કેબિનેટના તમામ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top