સંયુકત રાષ્ટ્ર સંધ (U.N.O.) દ્વારા વર્ષ ઈ.સ. ૧૯૯૨ માં ધોષિત “વિશ્વ આદિવાસી દિવસ'' દર વર્ષે ૯મી ઓગષ્ટના દિને આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. વ્યારા તાલુકાના કપુરા ગામે કપુરા આદિવાસી યુવા ગૃર્પ દ્રારા આજ રોજ તા.૦૮/૦૮/૨૦૨૪ દિવસે આદિવાસી જનનાયક બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વ્યારા તાલુકાના કપુરા ગામે કપુરા આદિવાસી યુવા ગૃર્પ દ્રારા આદિવાસી જનનાયક બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ, માન.શ્રી આદિવાસી મસિહા છોટુભાઈ વસાવા (માજી ધારાસભ્ય-ઝગડિયા) દ્રારા ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ કોંકણી, પૂર્વ સાંસદ અમરસીંગભાઈ ઝેડ. ચૌધરી, વ્યારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઈશ્વરભાઈ ગામીત, તા.પં.ઝગડીયાના સભ્ય દિલીપભાઈ વસાવા, ગામના વડીલો, આજબાજુના સમાજસેવકો,મોટી સંખ્યામાં ગામના ભાઇઓ-બહેનોએ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.