- હાલમાં ઉકાઇ ડેમની સપાટી 334.55 ફૂટ છે
- ઉકાઈ ડેમમાં પાણીની સતત વધારો થતા 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા
- 46079 ક્યુસેક પાણી ડેમ માંથી છોડવામાં આવી રહ્યું છે.
ચોમાસુ શરૂ થતાની સાથે જ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતી રહી છે. આ વખતે પણ વરસાદી મોસમ યથાવત સ્થિતિમાં રહેતા ગત વર્ષની જેમ આ વખતે પણ પાણીની કોઈ તકલીફો ઊભી થાય તેવી સ્થિતિ દેખાતી નથી. ઉકાઈ ડેમમાં 60499 ક્યુસેક પાણીની આવક અને જાવક 46079 ક્યુસેક થતાં સપાટી 334.55 ફૂટે પહોંચી.
ઉકાઈ ડેમની સપાટી 334.55 ફૂટ
તાપી નદી પરના ઉકાઈ ડેમમાંથી આજરોજ સવારે 10 વાગ્યા સુધીમાં ઉપરવાસની પરિસ્થિતી ધ્યાન લઇ 46079 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં ઉકાઇ ડેમની સપાટી 334.55 ફૂટ છે. જોકે, ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં પાણીની સતત વધારો થતા 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે 46079 ક્યુસેક પાણી ડેમ માંથી છોડવામાં આવી રહ્યું છે.