સતત ત્રીજા દિવસે પણ આ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

0

છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે તમામ જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે રોજિંદા જીવન પર પણ વર્તાઇ છે. ત્યારે આ ટાણે રાજ્યના મોટા ભાગના જિલ્લા તંત્ર દ્વારા શાળાઓ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

ભારે વરસાદ
રાજ્યમાં પડેલ ભારે વરસાદના કારણે જિલ્લા તંત્ર દોડતુ થઇ ગયુ છે. વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીના કારણે વાહનવ્યવહાર ઠપ થયો છે ત્યારે વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી ન થાય તેને લઇ વિવિધ જિલ્લાઓના કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

રજા જાહેર
જેમાં દ્રારકા, પોરબંદર, વડોદરા, ખેડા, કચ્છ, મહિસાગર, પાટણ, પોરબંદર, વડોદરા અને બોટાદ જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી શાળાઓ તથા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.

આ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઇ ગયા હોવાના કારણે સ્થાનિકોની પરેશાનીમાં વધારો થયો હતો. ત્યારે ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને લઇ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ થી જિલ્લાના અનેક ગામ અને શહેર પ્રભાવિત થયા હતા. જેમાં મોટા ભાગના જિલ્લાઓના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ જતા સ્થિતી કથળી હતી.

ગતરોજ પડેલ ભારે વરસાદને લઇ આજે એટલે કે તારીખ 29 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા રજા આપી દેવામાં આવી હતી. ત્યારે મેધરાજાની બેટીંગ ચાલુ રહેતા આવતીકાલના રોજ રાજ્યના મોટાભાગના જીલ્લાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જોકે મેધરાજાની ધમાકેદાર બેટિંગ અને રજાના કારણે ભૂલકાને મજા પડી ગઇ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top