નવસારીમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદી કિનારે આવેલું ધોલ ગામ સંપર્ક વિહોણું થયું હતું. ગામમાં જવાના રસ્તા પર પાણી ભરાયું હતું. રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નવસારીના બીલીમોરા શહેરમાં આખરે પૂરના પાણી ઓસર્યા હતા. નવસારી નગરપાલિકાની હદના 40% વિસ્તારમાં રાત્રે પાણી ભરાયા હતા. નદીનું પાણી શહેરમાં પ્રવેશતા અડધું શહેર પ્રભાવિત થયું હતું. જળભરાવને લઇ શહેરના 10 હજાર લોકો પ્રભાવિત થયા હતા. તેમજ કાવેરી નદીનાં કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ બાદ નદીનાં પાણી શહેરમાં પ્રવેશ્યા હતા. સવારથી શહેરમાં પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સવારથી શહેરમાં પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં ઘરવખરીને ભારે નુકસાન થયું હતું.
નવસારીમાં ભારે વરસાદથી તારાજી સર્જાવા પામી છે. અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક વધતા સ્થિતિ વણસી હતી. ગણદેવી, બીલીમોરાનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગણદેવીનાં 18 વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ હતી. 966 જેટલા લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયા હતા. બીલીમોરામાં પણ મોડી રાતથી તંત્રની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ગ્રામ પંચાયત, સમાજની વાડી જેવા સ્થળોએ શેલ્ટર હોમ બનાવાયા છે. વધતા જતા જળસ્તરને લીધે વહીવટી તંત્રએ અગમચેતીનાં પગલા લીધા છે.