ICCના અધ્યક્ષ બનનાર સૌથી યુવા ભારતીય જય શાહ 36 વર્ષની ઉંમરે ICCના નવા ચેરમેન બન્યા

0

BCCIના સેક્રેટરી જય શાહ ICCના નવા ચેરમેન તરીકે બિન હરીફ ચૂંટાયા છે. 1 ડિસેમ્બર 2024થી તેઓ ICCના નવા ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે. આ પદભાર સંભાળવા માટે તેમણે બીસીસીઆઇના સેક્રેટરીનું પદ છોડવું પડશે.

ICCના અધ્યક્ષ બનનાર સૌથી યુવા ભારતીય
તેઓ ICCના અધ્યક્ષ બનનાર સૌથી યુવા ભારતીય હશે. જય શાહ 36 વર્ષની ઉંમરે આ જવાબદારી સંભાળશે. જય શાહ પહેલા ભારતના અન્ય દિગ્ગજ નેતાઓ આ પદ સંભાળી ચૂક્યા છે.ICCના વર્તમાન અધ્યક્ષ ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે છે. તેમનો કાર્યકાળ 30 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ પછી જય શાહ પદ સંભાળશે. ICCએ 20 ઓગસ્ટના રોજ આ અંગે એક મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે બાર્કલે સતત ત્રીજી વખત અધ્યક્ષ નહીં રહે. તેઓ 2020 થી આ પદ પર હતા.

ચાર ભારતીય મહાનુભવો ICCનું સર્વોચ્ચ પદ સંભાળી ચૂક્યા છે
જય શાહ પહેલા ચાર ભારતીય મહાનુભવો ICCનું સર્વોચ્ચ પદ સંભાળી ચૂક્યા છે. જગમોહન દાલમિયા 1997 થી 2000 સુધી ICCના પ્રેસિડેન્ટ હતા. આ પછી શરદ પવાર 2010 થી 2012 સુધી પ્રેસિડેન્ટ રહ્યા. જ્યારે એન શ્રીનિવાસન 2014-15માં ચેરમેન હતા. જ્યારે શશાંક મનોહર 2015-2020 સુધી ચેરમેન રહ્યા. અહીં ઉલ્લેખનીય છે કે 2015 પહેલા ICC ચીફને પ્રેસિડેન્ટ કહેવામાં આવતા હતા. પરંતુ 2015 પછી ICC ચીફ પ્રેસિડેન્ટ નહીં પરંતુ ચેરમેન કહેવાય છે.

2019માં પ્રથમ વખત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ બન્યા હતા
જો જય શાહની વાત કરીએ તો તેઓ 2019માં પ્રથમ વખત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ બન્યા હતા. આ પછી, તેમણે 2022 માં સતત બીજી વખત આ પદ સંભાળ્યું. ICCના અધ્યક્ષ તરીકે જય શાહ બિનહરીફ ચૂંટાયા છે. તેના સમર્થનમાં 15 સભ્યો હતા. આઈસીસીના નિયમો પર નજર કરીએ તો ચેરમેનની પસંદગીમાં 16 ડિરેક્ટર વોટ કરે છે. આવી સ્થિતિમાં 9 મત મેળવવું જરૂરી માનવામાં આવે છે. અધ્યક્ષ પદ માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top