તાપી: વાલોડ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ

0

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત વાલોડ એસ.જી. હાઇસ્કુલ થી નીકળી વાલોડ ચાર રસ્તા સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મહુવા વિધાનસભાના ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી.લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી આયોજીત આ રેલીમાં જોડાયેલા રાષ્ટ્રપ્રેમીઓએ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના લોકોને વંદે માતરમ, ભારત માતાકી જયના નારાઓ સાથે હર ઘર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે વાલોડ એસ.જી. હાઇસ્કુલ થી ભવ્ય તિરંગા યાત્રા રાષ્ટ્રધ્વજ સાથે નીકળી હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, પોલીસ જવાનો,વાલોડ તલુકા પંચાયતના સભ્યઓ, વાલોડ ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રીઓ, હોદ્દેદારો, આગેવાનો, તાલુકા પંચાયતના અધિકારી-કર્મચારીઓ સહિત હાથમાં તિરંગા સાથે વાલોડ ગામના નાગરિકો જોડાયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top