ગુજરાતમાં વરસાદી તાંડવનું રેડ એલર્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ

0
  • ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ
  • મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
  • કેટલાક વિસ્તારમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે
ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી ગયો છે અને આગામી દિવસોમાં પણ ગુજરાતમાં હજુ સારામાં સારો વરસાદ થશે તેવી શકયતાઓ છે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી ગયો છે અને આગામી દિવસોમાં પણ ગુજરાતમાં હજુ સારામાં સારો વરસાદ થશે તેવી શકયતાઓ છે.

હવામાન વિભાગે કરી વરસાદને લઈ આગાહી કરી છે. ગુજરાતમાં સાત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. તો મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. 12થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, છોટાઉદેપુર, અને વડોદરામાં ભારે વરસાદની વકી છે. આગામી કલાકોમાં 2થી 4 ઇંચ વરસાદ ગુજરાતના 10 અલગ અલગ શહેરોમાં પડવાની શક્યતાઓ છે.








ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top