ગુજરાત પર જળપ્રલયનો ખતરો, અતિભારે પવન સાથે વરસાદની આગાહી

0
છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ગુજરાતને તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યાં છે. છેલ્લા . 24 કલાકમાં 251 તાલુકામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના સૌથી વધુ 14 ઇંચ વરસાદ મોરબીના ટંકારામાં અને પંચમહાલના મોરવાહડફમાં વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમા જળબંબાકારની સ્થિતિ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,653 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે. 


26 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ 

રાજ્ય પર જળપ્રલયનો ખતરો તોળાઇ રહ્યો છે, ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે 26 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે.કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના એમ કુલ . ગુજરાતના 26 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top