તાપી: ડોલવણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

0

  • ડોલવણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
  • "દાતાથી લઈ ડાંગ સુધી આદિવાસી સમાજે સંસ્કૃતિને ધબકતી રાખી છે"- હર્ષ સંઘવી
તાપી જિલ્લાના ડોલવણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

સમગ્ર રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આદિજાતિ વિસ્તારો અન્ય શહેરોની સરખામણીમાં વિકાસના ક્ષેત્રે આગળ વધે તે માટે "વિશ્વ આદિવાસી દિવસ"ની ભવ્ય ઉજવણીની સાથે સાથે શિક્ષણ-ખેલકૂદ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર અને યોજનાકીય લાભાર્થીઓને લાભ-સહાય આપીને સન્માનિત કરાયા.

તાપી જિલ્લામાં તમામ સ્થળોએ "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી નિમિત્તે કલાકારો, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર વ્યક્તિઓનું સન્માન, આદિવાસી શૈલીને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિદર્શન કરવામાં આવ્યા.તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકિય સહાયપત્રો, સન્માન પત્રો એનાયત કરવામાં આવ્યા.​​​​​​​ કલેક્ટર ડો.વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, આદિજાતિ વિભાગના ઉપ સચિવ જયદેવસિંહ વાઘેલા સહિત અધિકારી/પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા  હતા.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top