- આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો
- LG પાસે દિલ્હી સરકારની સહાય અને સલાહ પર નહીં પણ વૈધાનિક આદેશો અનુસાર કાર્ય કરવાની અપેક્ષા હતી.
આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે AAPની આગેવાનીવાળી દિલ્હી સરકારની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાએ રાજ્ય કેબિનેટની સલાહ લીધા વિના દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં 10 એલ્ડરમેનો (નોમિનેટેડ કાઉન્સિલરો) ની નિમણૂક કરી હોવાનું કહેવાયું હતું. આમ આદમી પાર્ટીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની અરજી ફગાવી દીધી હતી. દિલ્હી સરકારે કહ્યું કે, LGએ તેમની સાથે સલાહ લીધા વિના મનસ્વી રીતે તેમની નિમણૂક કરી.
કેજરીવાલની દિલ્હી સરકારે કહ્યુ હતું કે, લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાએ રાજ્ય કેબિનેટની સલાહ લીધા વિના દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં 10 એલ્ડરમેનો (નોમિનેટેડ કાઉન્સિલરો) ની નિમણૂક કરી હતી. જોકે હવે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને દિલ્હી સરકારની મદદ અને સલાહ વિના દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એલ્ડરમેન (નોમિનેટેડ કાઉન્સિલર)ને નોમિનેટ કરવાની સત્તા છે. કોર્ટે કહ્યું કે, આ સત્તા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (DMC) એક્ટ 1993 હેઠળ એક વૈધાનિક સત્તા છે અને તેથી રાજ્યપાલે દિલ્હી સરકારની સહાય અને સલાહ પર કાર્ય કરવાની જરૂર નથી. કારણ કે આ એક વૈધાનિક સત્તા હતી અને એક્ઝિક્યુટિવ સત્તા ન હતી તેથી LG પાસે દિલ્હી સરકારની સહાય અને સલાહ પર નહીં પણ વૈધાનિક આદેશો અનુસાર કાર્ય કરવાની અપેક્ષા હતી.
શું કહ્યુ સુપ્રીમ કોર્ટે ?
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, લેફ્ટનન્ટ ગવર્નર MCD માટે સ્વતંત્ર રીતે 10 એલ્ડરમેન (નોમિનેટેડ કાઉન્સિલરો)ને નોમિનેટ કરી શકે છે. આ સંસદ દ્વારા બનાવવામાં આવેલ કાયદો છે તે LG દ્વારા કરવામાં આવતા કાયદા મુજબ તેના વિવેકબુદ્ધિને સંતોષે છે અને તે કલમ 239 ના અપવાદ હેઠળ આવે છે. તે 1993નો DMC કાયદો હતો જેણે સૌપ્રથમ LGને અગાઉથી નોમિનેટ કરવાની સત્તા પ્રદાન કરી હતી અને આ કોઈ અવકાશ નથી.
LG પર શું લગાવ્યા હતા આરોપો
ગયા વર્ષે દિલ્હી સરકાર આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ જ્યારે લેફ્ટનન્ટ ગવર્નરે પોતાની વતી MCDમાં એલ્ડરમેન (નોમિનેટેડ કાઉન્સિલરો) ની નિમણૂક કરી હતી. કેજરીવાલ સરકારે કહ્યું કે, અગાઉ ચૂંટાયેલી સરકાર દિલ્હીમાં એલ્ડરમેનની નિમણૂક કરતી હતી. અત્યારે પણ આ અધિકાર માત્ર દિલ્હી સરકાર પાસે જ છે. સુપ્રીમ કોર્ટે મે 2023માં આ કેસની સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 14 મહિનાથી વધુ સમય સુધી નિર્ણય અનામત રાખ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.