Tapi: વ્યારા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં લોકો જોડાયા

0

 

  • તાપીજિલ્લાના વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ 
  • વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા રાષ્ટ્રધ્વજ સાથે નીકળી હતી.
  • તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ તથા હોમગાર્ડ જવાનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત સયાજી ગ્રાઉન્ડ ખાતેથી સુરતી બજારથી જૂના બસ સ્ટેન્ડ થી સયાજી ગ્રાઉંડ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી આયોજીત આ રેલીમાં જોડાયેલા રાષ્ટ્રપ્રેમીઓએ તાપી જિલ્લાના લોકોને વંદે માતરમ, ભારત માતાકી જયના નારાઓ સાથે હર ઘર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા રાષ્ટ્રધ્વજ સાથે નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોક નૃત્યના કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો, આઇકોનીક વ્યકિતઓ, સામાજિક સંસ્થાઓ તથા નાગરિકો જોડાયા હતા.

સયાજી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી રેલી વંદે માતરમના જયધોષ સાથે શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઇને સુરતી બજારથી જૂના બસ સ્ટેન્ડથી સયાજી ગ્રાઉંડ પાસે પૂર્ણ થઇ હતી. શહેરના મુખ્યમાર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ તથા હોમગાર્ડ જવાનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી ,તાપી ભાજપ જિલ્લા મહામંત્રી શ્રી રાકેશભાઈ કાચવાળા, તાપી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, પરંપરાગત લોક નૃત્યના કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top