તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ઝાંખરી/પુર્ણા નદીના કિનારે આવેલ ગામોને અલર્ટ કરવામાં આવ્યા

0
  • તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
  • ઝાંખરી/પુર્ણા નદીના કિનારે આવેલ 21ગામોને અલર્ટ કરવામાં આવ્યા
દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. પૂર અને વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી રાજ્યના ડાંગ અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

3-4 ઓગસ્ટએ દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના લીધે તાપી જિલ્લામાંથી પ્રસાર થતી ઝાંખરી અને પૂર્ણા નદીના કાંઠા પાસે આવેલા 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઝાંખરી/પુર્ણા નદીના કિનારે આવેલ અસરગ્રસ્ત ગામો
છીંડીયા,વેલ્ધા,ડોલારા,પેરવડ,છીરમા,ખાનપુર,ઢોંગીઆંબા,નાના સાતશીલા,બીરબરા,કેળકુઈ,લખાલી,ખુરદી,ઝાંખરી,ભુરીવેલ, ઢોલીઉમર,મેઘપુર,સાંકળી,ઘાટ,કાંજણ,માલોઠા,દડકવાણ


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top