ગુજરાતભરમાં થશે ભારે વરસાદની એન્ટ્રી, અંબાલાલે કરી મજબૂત આગાહી

0

રાજ્યમાં હાલ નહિવત વરસાદની સ્થિતિ વચ્ચે હવે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં 23 ઓગસ્થી રાજ્યમાં ભારે વરસાદ થશે. આ સાથે 23 થી 26 ઓગસ્ટ ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી દિવસોએ બિહાર, પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર ઉભુ થશે અને આ લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળશે. આ સાથે અસર સાગર વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં 23 ઓગસ્થી રાજ્યમાં ભારે વરસાદ થશે તો 23 થી 26 ઓગસ્ટ ગુજરાતમાં સારો વરસાદ થશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આ દિવસો દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આ સાથે 26 ઓગસ્ટ પછી વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ સારો વરસાદ થશે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી ?
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, તા. 20 અને 21 નાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દમણ, તાપી, ડાંગ સહિતનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાત પર હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી નહિવત વરસાદ પડી શકે છે. તેમજ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગમાં પણ હળવો વરસાદ નોંધાવવાની શક્યતા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top