સરકારી હોસ્પિટલના તબીબોના પગારમાં 37 ટકાનો વધારો

0
  • વેતનમાં વધારો કરીને હવેથી તેમને પ્રતિ માસ રૂ.1,30,000 આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું
  • અંદાજે 37 % જેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે
  • મેજર સર્જરી માટે રૂ. 2000 અને રૂ. 1250 તેમજ માઇનોર સર્જરી માટે રૂ. 600 અને રૂ. 300 પ્રતિ સર્જરી તબીબોને ચૂકવવામાં આવશે
ગુજરાતમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને હાલમાં રૂપિયા 95,000નું વેતન આપવમાં આવે છે. ગુજરાત સરકારે આ વેતનમાં વધારો કરીને હવેથી રૂ. 1,30,000 લાખ પ્રતિ માસ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કરાર આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવતી નથી. આથી ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માતબર રકમનો વધારો કરાયો છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કરેલા નિર્ણય અનુસાર, જે તબીબ ખાનગી પ્રેક્ટિસ કરતા નથી અને સરકારી દવાખાનામાં કરાર આધારિત ફરજ બજાવે છે તેમને રૂ. 95000 પ્રતિ માસ વેતન આપવામાં આવે છે, આ વેતનમાં વધારો કરીને હવેથી તેમને પ્રતિ માસ રૂ.1,30,000 આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજે 37 % જેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે જે દર ચુકવવામાં આવે છે તે રૂ. 300 થી વધારીને હવેથી પ્રતિ સર્જરી દીઠ રૂ. 2000 સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. વધુમાં કરાર આધારિત સેવારત એનેસ્થેટીસ્ટ તબીબોને પણ પ્રોત્સાહક રકમના 50 ટકા રકમ પ્રતિ સર્જરી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સર્જીકલ તજજ્ઞો સિવાયના અન્ય તજજ્ઞોને PMJAYના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ જ ઇન્સ્ટેન્ટિવ મળવાપાત્ર બનશે.

રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજીસ્ટ અને ઇ.એન.ટીને લગતી વિવિધ મેજર સર્જરી માટે રૂ. 2000 અને રૂ. 1250 તેમજ માઇનોર સર્જરી માટે રૂ. 600 અને રૂ. 300 પ્રતિ સર્જરી તબીબોને ચૂકવવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top