ઉકાઈ ડેમ : સતત પાણીની આવકથી સપાટી 336.00 ફૂટ પર પહોંચી, ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા

0

ચોમાસુ શરૂ થતાની સાથે જ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતી રહી છે. આ વખતે પણ વરસાદી મોસમ યથાવત સ્થિતિમાં રહેતા ગત વર્ષની જેમ આ વખતે પણ પાણીની કોઈ તકલીફો ઊભી થાય તેવી સ્થિતિ દેખાતી નથી. જોકે, હાલ વહીવટી તંત્ર માટે ચિંતાજનક સ્થિતિ એટલા માટે છે કે પાણીની આવક સતત વધી રહી છે. ઉકાઈ ડેમમાં 3.22 લાખ ક્યુસેક પાણીની આવક અને જાવક 1.95 લાખ ક્યુસેક થતાં સપાટી 336.00 ફૂટે પહોંચી. ડેમ હવે ભયજનક 345 ફૂટથી નવ ફૂટ દૂર છે.

ઉકાઈ ડેમની સપાટી 336.00 ફૂટ
તાપી નદી પરના ઉકાઈ ડેમમાંથી આજરોજ સાંજે 6 વાગ્યા સુધીમાં પાણીની આવક 322658 કયુસેક છે. ઉપરવાસની પરિસ્થિતી ધ્યાન લઇ 195720 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ઉકાઇ ડેમની સપાટી 336.00 ફૂટ છે. જોકે, ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે પાણી છોડાતા જિલ્લાના લો લેવલ પુલિય પાણીમાં ડૂબ્યા છે. તકેદારીના ભાગ રૂપે ડેમના હેઠવાસમાં નદી કિનારે આવેલ માંડવી તાલુકાનાં ગામનાં નાગરિકોને નદીમાંથી અવરજવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર, નદીના પટમાં ન લઈ જવા તાકીદ કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top