- નાણાં સહિત ઉપયોગી સામન ન મળતા ખાલી હાથે પરત થયા
- બેથલ કોલોનીમાં પણ એક ઘરને તસ્કરોએ નિશાને લીધું
- જોકે ખાસ કોઈ જરૂરી સામન ન મળતા તસ્કરો વીલા મોઢે ગયા
તાપી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. સોમવારે રાત્રી દરમિયાન વ્યારા પંથકમાં છુટોછવાયો વરસાદ પડતો રહ્યો હતો. દરમિયાન વ્યારાના ગોલવાડ ખાતે રહેતા પાલિકાના સભ્ય એવા માજી પાલિકા પ્રમુખ સેજલબેન રાણાના ઘરની નીચે ભોયતળિયામાં પાછળના ભાગે પતિ હેમંતભાઈએ બનાવેલી વ્યવસાયિક ઓફિસના નકૂચાનાં તાળા રાત્રે તૂટ્યા હતા. જોકે ખાસ કોઈ જરૂરી સામન ન મળતા તસ્કરો વીલા મોઢે ગયા હતા. એ જ રીતે વ્યારા અંધારવાડી રોડ પર આવેલી અંબાનગર સોસાયટીમાં રહેતી શિક્ષિકા અને જુના ઢોડિયાવાડમાં રહેતા એલઆઈસી એજન્ટના બંધ પડેલા ઘરોના પણ તસ્કરોએ રાત્રે તાળા તુટ્યા હતા. ઘરમાં પડેલા સામનને વેર વિખેર કરી નાણાં સહિત ઉપયોગી સામન ન મળતા ખાલી હાથે પરત થયા હતા. જે રીતે નજીકમાં બેથલ કોલોનીમાં પણ એક ઘરને તસ્કરોએ નિશાને લીધું હતું.