વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

0
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં આજે(26 જુલાઈ) તાપી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં ઝાખરી, વ્યારા, વાલોડ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે ઝાખરી અને વાલ્મિકી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે.


તાપીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી
તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે વ્યારાના માર્ગ પર, વાલોડના પ્રસિદ્ધ ગણપતિ મંદિર, એસજી હાઈસ્કૂલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તાપીમાં ભારે વરસાદની સ્થિતિમાં પાણીના પ્રવાહમાં ઢોર ઢાંખર તણાયા હોવાનું જાણવા મળ્યું છે. ધોધમાર વરસાદથી છીડિયા ગામ, પેરવડ ગામ અને કાંજણ ગામની પંચાયતમાં પાણી ભરાયા છે. મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવકને લઈને નદી કિનારે ગામોમાં પાણી ઘૂસ્યાં હતાં. વ્યારા તાલુકાના છીંડિયા ગામ 8થી 10 ઘરમાં પાણી ફરી વળતાં વ્યારા ફાયરબ્રિગેડ તેમજ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top