- યુવતીની FIR નહિ નોંધી અને ડૉ. શૈલેન્દ્રનાં પત્નીની ફરિયાદ નોંધાતા પોલીસ પર શંકાની નજરથી રજૂઆત કરી
- છેડતી અને દુષ્કર્મોનો આક્ષેપ મામલા પોલીસમાં લેખિતમાં ફરિયાદ સ્વરૂપે આપી દેવાયા છે
- આ સુનાવણીનો નામદાર કોર્ટ દ્વારા હુકમ કરશે
વ્યારા નગરમાં ચર્ચાનો વિષય બનેલા પ્રકરણમાં સાચું તથ્ય બહાર લાવવો ખૂબ જ જરૂરી છે. એક તરફ ડોક્ટરના પત્ની હેમાંગી ગામિત દ્વારા 2 યુવતીઓ ઉપર 3.23 કરોડના ઉચાપતનો વ્યારા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવ્યો છે, તો બીજી તરફ યુવતીઓ દ્વારા ડોક્ટર ઉપર છેડતી અને દુષ્કર્મોનો આક્ષેપ મામલા પોલીસમાં લેખિતમાં ફરિયાદ સ્વરૂપે આપી દેવાયા છે. પોલીસની તટસ્થ તપાસ સાચી હકીક્ત બહાર જલદી લાવે એ જરૂરી બન્યું છે.
ગત તા. 8/7/2024ના રોજ ચીફ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ સમક્ષ યુવતીઓની FRI નહિ નોંધવા બાબતે અરજી કરવામાં આવી હતી. યુવતીઓના વકીલ નીતિન પ્રધાન દ્વારા આજે ચીફ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ સમક્ષ યુવતીઓ તરફથી અરજીની રજૂઆત કરી હતી. જેમાં યુવતીની FIR નહિ નોંધી અને ડૉ. શૈલેન્દ્રનાં પત્નીની ફરિયાદ નોંધાતા પોલીસ પર શંકાની નજરથી રજૂઆત કરી હતી.
યુવતીઓ દ્વારા કોર્ટમાં CRPC 154, 156 હેઠળ અરજી કરી હતી, જેમાં આજે સુનવણી કરવામાં આવી હતી. ત્યારે આવતીકાલે આ સુનાવણીનો નામદાર કોર્ટ દ્વારા હુકમ કરશે. ત્યારે યુવતીઓના વકીલ એ જણાવ્યું હતું કે ડૉ. શૈલેન્દ્ર ગામીત વિરુદ્ધનાં પુરાવાઓ અમે રજૂ કર્યા છે.