વ્યારા નામદાર કોર્ટ દ્વારા ડોક્ટર દ્વારા યુવતીઓ ઉપર છેડતી અને દુષ્કર્મોનો આક્ષેપ મામલે સુનાવણી કરવામાં આવી જેનો હુકમ આજે કરવામાં આવ્યો છે. જો આપવામાં આવેલી માહિતીમાં સ્પષ્ટપણે કોગ્નિઝેબલ ગુનાનો ઉલ્લેખ છે, તો તરત જ FIR નોંધવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. FIRની નોંધણીના તબક્કે અન્ય વિચારણાઓ સુસંગત નથી, જેમ કે, શું માહિતી ખોટી રીતે આપવામાં આવી છે, શું માહિતી સાચી છે, શું માહિતી વિશ્વસનીય છે કે કેમ વગેરે, જો તપાસમાં કોગ્નિઝેબલ ગુનાનો ખુલાસો થાય, તો FIR નોંધવી આવશ્યક છે. જો કોગ્નિઝેબલ ગુનો જાહેર થાય તો પોલીસ અધિકારી ગુનો નોંધવાની તેમની ફરજ ટાળી શકે નહીં. પ્રારંભિક પૂછપરછનો અવકાશ પ્રાપ્ત માહિતીની સત્યતા અથવા અન્યથા ચકાસવાનો નથી, પરંતુ માત્ર તે ખાતરી કરવા માટે છે કે શું માહિતી કોઈ નોંધનીય ગુનો દર્શાવે છે. જેના આધારે આજે ડૉ. શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ યુવતીઓ પર દુષ્કર્મ અને છેડતી કર્યાની ફરિયાદ નોંધવા વ્યારા ચીફ જ્યુડીશીયલ મેજસ્ટ્રેટ જીજ્ઞેશ પટેલે હુકમ કર્યો હતો.
ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
વ્યારા ખાતે બે યુવતીઓ દ્વારા ડોક્ટર શલેન્દ્ર ગામીત પર કરાયેલા દુષ્કર્મ અને છેડતી આક્ષેપ પ્રકરણમાં ગત તા. 29 જૂન 2024ના રોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેમાં ન્યાય ન મળતા સોમવારના રોજ વ્યારા કોર્ટમાં પોલીસ ગુનો દાખલ કરવા માટે અરજી કરી હતી. જેમાં વ્યારની નામદાર કોર્ટ દ્વારા ગતરોજ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં આજે નામદાર કોર્ટે વ્યારા ફરિયાદ નોંધવા હુકમ ફરમાવ્યો છે.