- ભાનાવાડી ડેરી ફળીયા રોડ બંધ થતા વ્યારા-કટાસવાણ-ઘાટા રોડ ઉપરથી વાહનો દોડ્યા
- કાટીસકુવા સીમાડા રોડ, વાલોડ-એસ. એચ.થી દેગામા ટાંકલી ફળીયા રોડ બંધ થયો હતો
- કેળકુઈ હાઈસ્કુલથી ગાંધી ફળીયા રોડ બંધ કરાતા લોકોએ ચકરાવો ખાવો પડ્યો
તાપી જિલ્લાના ડોલવણમાં બે ઈંચ, વ્યારા અને વાલોડમાં દોઢ ઈંચ તથા ઉચ્છલમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. તાપીના વ્યારા અને વાલોડ તાલુકામાં લો લેવલ પુલ પર વરસાદી પાણી ફરી વળ્યું છે. વ્યારા તાલુકાના ૩ રસ્તા વ્યારા- કેળકુઈ હાઈસ્કુલથી ગાંધી ફળીયા રોડ બંધ કરાતા લોકોએ ચકરાવો ખાવો પડ્યો હતો. વ્યારા-ભાનાવાડીથી ખુશાલપુરા રોડ બંધ થતા વૈકલ્પિક રસ્તા તરીકે વ્યારા કટાસવાણ-ઘાટા રોડ પરથી વાહનો પસાર થતા હતા, વ્યારા-એમ-૦૫ થી ભાનાવાડી ડેરી ફળીયા રોડ બંધ થતા વ્યારા-કટાસવાણ-ઘાટા રોડ ઉપરથી વાહનો દોડ્યા હતા. વાલોડ તાલુકામાં પ રસ્તાઓમાં વાલોડ- ધામોદલા બંગલી ફળીયા રસ્તો, વાલોડ શેઢ ફળીયા રોડ, વાલોડ ફળીયાથી જકાતનાકા રોડ, વાલોડ-ધામોદલા ડેરી ફળીયા, વાડી ફળીયાથી કાટીસકુવા સીમાડા રોડ, વાલોડ-એસ. એચ.થી દેગામા ટાંકલી ફળીયા રોડ બંધ થયો હતો.