તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ તાલુકાના માર્ગ પર આવેલા લો લેવલ પુલ પર વરસાદી પાણી ફળી વળતાં વાહનચાલકો અને રાહતદારીઓ માટે અવરજવર બંધ કરાઇ છે.
ઉકળાટ અને બફારા બાદ તાપીમાં વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે જિલ્લાના તાલુકામાં છેલ્લાં 4 દિવસમાં ભારે વરસાદ નોંધાયો હતો. વ્યારા તાલુકાના 3 અને વાલોડ તાલુકાના 5 એમ કુલ 8 જેટલા માર્ગ પર આવેલા લો લેવલ પુલ પર વરસાદી પાણી ફળી વળતાં વાહનચાલકો અને રાહતદારીઓ માટે અવરજવર બંધ થઈ હતી. જેથી મુસાફરોએ મોટો ચકરાવો કરીને જવાની નોબત આવી હતી. ઉપરાંત વ્યારા અને વાલોડ તાલુકામાં અન્ય કોતરોમાં પાણી વધતા લો-લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં લોકોનો સંપર્ક વિહોણા બન્યા હતા.
તાપી જિલ્લા પંચાયત હસ્તકના લો લેવલ પુલ બંધ કરાયા
વાલોડ તાલુકો:
1. વાલોડ- ધામોદલા બંગલી ફળિયા રસ્તો બંધ, વૈકલ્પિક વ્યવસ્થા ધામોદલી ટાંકલી ફળિયા રોડ
૨. વાલોડ- વાલોડ શેઢ ફળિયા રોડ બંધ, વૈકલ્પિક વ્યવસ્થા ઉકાઈ કોલોનીથી ઈનમા બુટવાડા રોડ
3. વાલોડ- વાલોડ શેઢ ફળિયાથી જકાતનાકા રોડ બંધ, વૈકલ્પિક વ્યવસ્થા ઉકાઈ કોલોનીથી ઈનમા બુટવાડા રોડ
4. વાલોડ - ધામોદલા ડેરી ફળિયા, વાડી ફળિયાથી કાટીસકૂવા સીમાડા રોડ બંધ, વૈકલ્પિક વ્યવસ્થા ધામોદલા બાલવાડીથી દેવસિંગભાઈ હાઉસ રોડ
5. વાલોડ- એસ.એચ.થી દેગામા ટાંકલી ફળિયા રોડ, વૈકલ્પિક વ્યવસ્થા વાલોડ એસ.એચ.થી દેગામા રોડ
વ્યારા તાલુકો:
1. વ્યારા- કેળકુઈ હાઈસ્કૂલથી ગાંધી ફળિયા રોડ બંધ, વૈકલ્પિક વ્યવસ્થા કેળકુઈ ઉમરકુઈ રોડ
2. વ્યારા - ભાનાવાડીથી ખુશાલપુરા રોડ બંધ, વૈકલ્પિક વ્યવસ્થા વ્યારા કટાસવાણ ઘાટા રોડ
3. વ્યારા - એમ-05થી ભાનાવાડી ડેરી ફળિયા રોડ બંધ, વૈકલ્પિક વ્યવસ્થા વ્યારા કટાસવાણ ઘાટા રોડ