રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે તાપી જિલ્લાનાં તાલુકાઓમાં નદી- નાળા, પુલો ઓવરટોપીંગ થવાના કારણે પંચાયત હસ્તકનો લો લેવલનો પુલના રસ્તાઓ પર પાણી ફરી વળતાં અવર જવર માટે બંધ કરી દેવાયા હતા. ગ્રામજનોને મુશ્કેલી નહીં પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
તાપી જિલ્લામાં મેઘરાજાનું વરસવાનુ ચાલુ રહેતા આજ રોજ તા. 5 જૂન 2024એ વરસાદના કારણે વ્યારા તાલુકાનાં કણજા બેડકુવાદૂર ગામે લો લેવલ પુલ પર પાણી ફરી વળતાં એક રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આમ વરસાદ વરસતા ગામોનાં રસ્તાઓ પર પાણીની રેલમછેલ થતા ગ્રામ્ય જીવન પ્રભાવિત થયું હતું. વરસાદના કારણે તાપી જિલ્લાના વ્યારા તાલુકાનો કણજા- બેડકુબાદૂર ગામને જોડતો રસ્તો આજે બપોરે 02:00 કલાકેથી બંધ કરવામાં આવ્યો છે. જ્યારે વૈકલ્પિક વ્યવસ્થા બેડકુવાદૂરથી ઘાસીયાંમેઢા રોડ ઉપયોગમાં લઈ શકાશે.
રસ્તાઓ પર પાણી ફરી વળતા પંચાયતનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. આ અગાઉ પણ તા. 2 જૂન 2024નાં રોજ નદી-નાળા, પુલો, લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ જતા કે પછી ઓવરટોપીંગના કારણે અગમચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા. રસ્તાઓ બંધ કરી દેવાની સાથે જ વાહન ચાલકોને સાવચેત રહેવા અને રસ્તાઓ પર પાણી વહી રહ્યું હોવાથી અવર જવર માટે યોગ્ય નહીં હોવાથી રસ્તાઓનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરાઇ હતી.