વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે આજે તમામ શાળા,કોલેજ, ITI બંધ રાખવાનો કલેકટરે આદેશ આપ્યો

0
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રવિવારે એક જ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉમરગામ તાલુકામાં પણ 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોય મધુબન ડેમના 6 દરવાજા ખોલી હાલ 14,776 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યાારે આજે મંગળવારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ શાળા,કોલેજ, ITI બંધ રાખવાની કલેકટરે જાહેરાત કરી છે.


ગુજરાતના વલસાડ જિલ્લામાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં હવામાન વિભાગની આગાહી બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 8 ઇંચ થી વધુ વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ 57 ઇંચ થયો છે. વલસાડ તાલુકામાં પણ 24 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ 50 ઇંચ એટલે કે અડધી સદી થયો છે.

આ તરફ કેન્દ્રશાસિત દમણ અને દાદરા નગર હવેલીની વાત કરીએ તો, દમણમાં અને સેલવાસમાં 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ દમણમાં 48 ઇંચ જ્યારે સેલવાસમાં 46 ઇંચ થયો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોય મધુબન ડેમના 6 દરવાજા ખોલી હાલ 14776 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.

ભારે વરસાદને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ઉમરગામ તાલુકામાં પણ જનજીવન થઈ ગયું હતું. છેલ્લા 24 કલાકમાં દમણમાં પડેલા વરસાદની વિગતો જોઈએ તો દમણમાં 24 કલાકમાં કુલ 158 mm એટલે કે છ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો. એ જ રીતે પાછલા 24 કલાકમાં સેલવાસની વાત કરીએ તો સેલવાસમાં 6.49 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 206 mm એટલે કે 8 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. વાપીમાં 24 કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પારડી તાલુકામાં 24 કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top