તાપી જિલ્લાના ડોસવાડા ડેમ ઓવરફોલ થતા મીંઢોળા-ઓલન પૂર્ણા નદીમાં ભારે પાણીની આવક થતા નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી

0
દક્ષિણ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી રહ્યાં છે. ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઈ ગયા છે. આજે (23મી જુલાઈ) સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ગુજરાતના 31 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.


તાપીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, ઠેર ઠેર પાણી ભરાવવા લાગ્યા છે, લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, આ બધાની વચ્ચે સમાચાર છે કે, સોનગઢનો ડોસાવાડા ડેમ પોતાની પૂર્ણતઃ સપાટી વટાવી ચૂક્યો છે, અને ઓવરફ્લૉ થતાં જ આજુબાજુના ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે


તાપી જીલ્લાના વ્યારા-4.8 ઇંચ, સોનગઢ-3.4 ઇંચ,ઉચ્છલ-1.4 ઇંચ, ડોલવણ- 3.0 ઇંચ,વાલોડ- 3.0 ઇંચ, કુકરમુંડા-0.5 ઇંચ સહિત સર્વત્ર વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લામાં બે દિવસથી આવેલા વરસાદને લઈને નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે.

તાપી જિલ્લાના ડોસવાડા ડેમ ઓવરફોલ થતા પસાર થતી મીંઢોળા ઓલન પૂર્ણા નદીમાં ભારે પાણીની આવક થતા તમામ નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી તાપી જિલ્લામાં સવાર થી સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. વાલોડ તાલુકાના પાંચ ડોલવણ તાલુકાના ત્રણ તેમજ વ્યારા તાલુકાના ત્રણ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાની સાથે વિસ્તારના જે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top