તાપી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ, વ્યારાનાં કુલ ૨૨ માર્ગો પૈકી વ્યારા-ઘાટા-માંડવી રસ્તો બંધ

0

ગુજરતમાં ભારે વરસાદની અગાહી કરતા તાપી જીલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, ઠેર ઠેર પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, સવારથી પડી રહેલ વરસાદ ને પગલે તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૨૨ જેટલા માર્ગો પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે માર્ગ બંધ કરી દેવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારના ભારે વરસાદના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે વ્યારા તાલુકાનાં વ્યારાથી માંડવી જોડતા માર્ગ કટાસવાણ અને કાટીસકુવાદુર ગામે માર્ગો પર પાણી ફરી વળતા માર્ગ પર અવરજવર બંધ કરવામાં આવ્યો હતો. શાળા-કોલેજો, નોકરી, ધંધાદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top