તાપી જિલ્લાનાં વડા મથક વ્યારા ખાતે ફાયર વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટીના અભાવવાળી દુકાનો સિલ કરવાની કામગીરી આરંભતા આવા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.
તાપી જિલ્લાના વ્યારામાં આજે ફાયર વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું, જેમાં વ્યારાના અંજલિ ચેમ્બર્સમાં આવેલી કેટલીક દુકાનોમાં ફાયરના સાધનોનો અભાવ જણાતાં તેઓને સિલ કરાઈ હતી. આગાઉ અંજલિ ચેમ્બર્સ કોમ્પલેક્ષનાં દુકાનદારોને ત્રણવાર નોટિસ બાદ પણ સેફ્ટીના સાધનો ન રાખતાં આજે તમામ દુકાનો સીલ કરવામાં આવી હતી. સાથે વ્યારા શહેરમાં આવેલા છોટાલાલ ટાવર કોમ્પલેક્ષની દુકાનો પણ સિલ કરાઈ હતી. આમ આજે તા. 5 જૂન 2024ના રોજ સાંજે 6 કલાક સુધીમાં 20થી વધુ દુકાનોને ફાયર વિભાગ દ્રારા સિલ કરવામાં આવી છે. ફાયર વિભાગની કાર્યવાહીથી ફાયર સેફ્ટીના સાધનો નહિ રાખનારામાં ફફડાટ ફેલાયો હતો.