વાલોડ ખાતે પટેલ શોપિંગ સેન્ટરની પાછળ આવેલ હિદાયતનગરમાં ચોમાસા દરમ્યાન છેલ્લા 15 વર્ષથી વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો હોવા અંગે અનેક રજૂઆતો થવા છતાં સમસ્યા જેવી હતી તેવી જ છે, કાયમી નિરાકરણ આવે તેવી લોક માંગણી ઊભી થઈ છે.
ગોઠણસમા પાણીમાંથી છેલ્લાં 15 વર્ષથી સ્થાનિક રહીશો પસાર થઇ રહયા છે, સતત બે દિવસથી પડેલ મુશળધાર વરસાદને કારણે હિદાયનગરમાં કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોએ જાણ કરતાંએ સરપંચ વિજયાબેન નાઇકને જાણ કરતા સ્થળ પર આવી લોકોને પડતી તકલીફો જાણી હતી, દર વર્ષે જેસીબી મશીન લઇ જઈ હિદાયનગર અને શિવ શક્તિ નગરની વચ્ચે આવેલ દીવાલની બંને તરફ ખોદકામ કરી પાણી કાઢવા માટે ખોદકામ કરાવી પાણી નિકાલ કરવામાં આવે છે, પરંતુ કાયમી સમસ્યાનું નિરાકરણ થતું નથી, ગ્રામ પંચાયતના રોજમદારો દ્વારા ગટરના ઢાંકણા ખોલવામાં આવ્યા પરંતુ તેમાંથી પણ પાણીનો નિકાલ ન થયો હતો. આ સમસ્યાના હલ માટે યોગ્ય કામગીરી થાય અને વર્ષોથી પડી રહેલ અગવડને દૂર કરવામાં આવે એવી સ્થાનિકોની માંગણી અને લાગણી છે.