ડોસવાડા ડેમ ઓવરફલૉ થયો, અસરગ્રસ્ત ગામોને તંત્ર દ્રારા એલર્ટ કરવામાં આવ્યા

0
દક્ષિણ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી રહ્યાં છે. ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઈ ગયા છે. આજે (23મી જુલાઈ) સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ગુજરાતના 31 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.


ગુજરાતમાં ભારે વરસાદના કારણે 31 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 44 ટકા નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,23,685 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 39.93 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

તાપીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, ઠેર ઠેર પાણી ભરાવવા લાગ્યા છે, લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, આ બધાની વચ્ચે સમાચાર છે કે, સોનગઢનો ડોસાવાડા ડેમ પોતાની પૂર્ણતઃ સપાટી વટાવી ચૂક્યો છે, અને ઓવરફ્લૉ થતાં જ આજુબાજુના ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે

તાપી જિલ્લાના ડોસાવાડા ડેમ ઓવરફલૉ થયો
તાપી જિલ્લાના સોનગઢમાં આ આવેલો રજવાડી સમયનો ડોસવાડા ડેમ ભારે વરસાદના કારણે પૂર્ણ સપાટી ૧૨૩.૪૪ મીટર (૪૦૫ ફુટ) છે. જે તા.૨૩/૦૭/૨૦૨૪નાં રોજ રાત્રે ૧૧:૪૫ કલાકે ડેમ ઓવરફ્લો ઓવરફ્લો થયો છે. આ ડેમ આ સિઝનમાં પહેલીવાર આટલો બધો ભરાયો છે અને ઓવરફ્લૉ થયો છે. આ ડેમની પૂર્ણત સપાટી 123.44 મીટર છે, અને અત્યારે ડેમની પૂર્ણતઃ સપાટીની ઉપરથી પાણી વહી રહ્યું છે. અને ડેમ પરથી ૫૭.૯૧ ક્યુસેક પાણી ડેમ ઉપરથી પસાર થાય છે અને વધુ વરસાદના કારણે ઓવરફ્લોમાં ઘટાડો-વધારો થવાની શક્યતા રહેલ છે. ડોસાવાડા ડેમમાં ઓવરફ્લૉ થતાં આજુબાજુના 10થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top