સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામે ભારે વારસાદના કારણે ડેમ છલકાયો

0
  • દક્ષિણ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી રહ્યાં છે. ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઈ ગયા છે
  • સોનગઢનો ડોસાવાડા ડેમ પોતાની પૂર્ણતઃ સપાટી વટાવી ચૂક્યો છે
  • ખડકા ચીખલી ગામમાં સૌથી જૂનો અને મીંઢોળા નદી પર આવેલ ખડકા ચીખલી ગામનો ડેમ છલકાયો
તાપીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, ઠેર ઠેર પાણી ભરાવવા લાગ્યા છે, લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, આ બધાની વચ્ચે સમાચાર છે કે, સોનગઢનો ડોસાવાડા ડેમ પોતાની પૂર્ણતઃ સપાટી વટાવી ચૂક્યો છે.

સોનગઢ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. ત્યારે ખડકા ચીખલી ગામમાં સૌથી જૂનો અને મીંઢોળા નદી પર આવેલ ખડકા ચીખલી ગામનો ડેમ આજુબાજુના ગામોમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા અને ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા ખડકા ચીખલી ગામનો ડેમ ભરાય ગયો હતો અને પાણીની આવક ચાલુ રહેતા ડેમ છલકાય ગયો.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top