હવામાન વિભાગે આગામી ચાર દિવસને લઈને રાજ્યમાં વરસાદની આગાહી દર્શાવી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી તથા દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ સર્જાયો હોવાથી આજે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે. સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી રસ્તા પર પાણી ભરાયા હતા. તો નવસારી, વલસાડ સહિતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ કડાણામાં ખેતરો તળાવમાં ફેરવાયા છે. બીજી તરફ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આજે 10 વાગ્યા સુધીમાં રાજ્યના આ 20 તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો
જિલ્લા | તાલુકા | વરસાદ (મિમિ) |
નવસારી | ખેરગામ | 74 |
વલસાડ | કપરાડા | 56 |
નવસારી | વાંસડા | 51 |
સુરત | ઉમરપાડા | 48 |
સુરત | કામરેજ | 47 |
નર્મદા | દેડિયાપાડા | 32 |
સુરત | ઓલપાડ | 32 |
ડાંગ | વાઘાઈ | 31 |
નવસારી | ચીખલી | 29 |
સુરત | બારડોલી | 25 |
વલસાડ | ધરમપુર | 25 |
સુરત | માંગરોળ | 24 |