સુરતમાં વધુ એક લાંચીયો અધિકારી એસીબીના છટકામાં ભેરવાયો છે. કામરેજના નવી પારડી ગામના મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાયા હતા. વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા માટે તલાટીએ ફરિયાદી પાસે 9 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીએ છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સોનલ દેસાઈ નામની મહિલા તલાટી વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારમાં ખદબદેલી હોય તેમ ટૂંકા ગાળામાં એસીબી ની ટીમે ત્રીજી વખત દરોડા પાડી ટેકનિકલ આસિસ્ટન્ટ APOને વનીકરણની કામગીરી માટે 20 હજારની લાંચ લેતા પંચમહાલ એસીબી દ્વારા છટકુ ગોઠવી ઝડપી પાડ્યો હતો. આ પહેલા 31.11.2023 ના રોજ મનરેગા શાખામાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહન કટારા પાણીના નાળાની કામગીરીના ૪૨.૯૩ લાખના બિલ મંજૂર કરાવવા બાબતે દસ ટકા લાંચ ની માંગણી કરી હતી. જેમાં ઠુઠિ કંકાસિયા ચોકડી પાસે 50 હજાર ની લાંચ લેતા દાહોદ એસીબીએ છટકુ ગોઠવી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ 28.12.2023 ના રોજ મનરેગા શાખામાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે કામ કરતા બળવંત લબાના જમીન સમતલ કરાવવાના કામ માટે ફાઈલ મંજૂર કરાવવા અંગે વીસ હજાર ની લાંચ લેતા મહીસાગર ACB ની ટ્રેપમાં ઝડપાયા હતા.
ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા શાખામાં ભ્રષ્ટાચાર મોટાપાયે ફળ્યું ફૂલ્યું હોવાનું આના પરથી પ્રતિત થાય છે કે એક જ શાખામાં માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ત્રણ કર્મચારીઓને જુદા જુદા બનાવમાં લાંચીત સ્વીકારતા આબાદ રીતે ઝડપી પાડતા પંચાયત આલમમાં શબ્દતાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આજરોજ આસિસ્ટન્ટ ટેકનિકલ આશિષ લબાના (રહે. મુળ રહે. લીલવાદેવા, ગામતળ ફળીયુ, તા.ઝાલોદ જી.દાહોદ, હાલ રહે.મકાન નં. ૨૫ સુદામાનગર રળીયાતી રોડ દાહોદ તા.જી.દાહોદ) વનીકરણની કામગીરી માટે 20,000ની લાંચ સ્વીકારતા ઝડપાતા સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. ઝડપાયેલા આશિષ લબાના દ્વારા ફરીયાદી તથા અન્ય સાહેદોને તેઓની વડીલોપાર્જીત જમીનમા વનીકરણ/ફળ વાડી કરાવવાની હોવાથી તેણે ફરીયાદીની ફાઇલોના એસ્ટીમેન્ટ તૈયાર કરી આગળ પુટઅપ કરવા, એસ્ટીમેટ તૈયાર કરવા માટે ફરીયાદી પાસે એક ફાઇલ દિઠ 2000 લેખે 42,000 ની લાંચની માંગણી કરી હતી. બાદમાં 19 ફાઇલના એક ફાઈલ દીઠ રૂા.1900 લેખે 36,100માં નક્કી કરેલ તે પૈકી રૂ. 20,000 પ્રથમ આપવા અને બાકીના રૂપીયા 6000 એસ્ટીમેન્ટ માટેની 19 ફાઇલોની મંજુરી મળી ગયા પછી આપવાના હતા.