ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ વરસશે. સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.