આગામી 3 દિવસ ગુજરાત માટે 'ભારે', દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ત્રાટકશે આફતરૂપી વરસાદ

0
  • આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી
  • તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ
ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હજુ આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઓફસૉર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

ક્યારે ક્યાં વરસાદ પડશે
25 જુલાઈના રોજ વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

26 જુલાઈ માટે 
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

27 જુલાઈ માટે 
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

28 જુલાઈ માટે 
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર માટે યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top