તાપી જીલ્લામાં આજે ભારે વરસાદના કારણે આંગણવાડીઓ અને શાળાઓ રજા જાહેર કરવામાં આવી

0
તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને પગલે આજે તાપી જિલ્લાના ડોલવણ, નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકામાં તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવા આદેશ જારી કર્યો, જ્યારે વ્યારા,સોનગઢ અને વાલોડ કાબુ બહારની પરિસ્થિતિમાં આચાર્યશ્રી એ સ્થાનિક કક્ષાએ નિર્ણય લઇને રજા જાહેર કરવા જણાવવામાં આવ્યુ છે.

રાજ્યમાં ચોમાસું ભરપૂર સક્રિય બન્યું છે અને તાપી જિલ્લો તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે.હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની પણ શક્યતા છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.ત્યારે આજરોજ એટલે કે,તા.25મી જુલાઇ નારોજ જિલ્લા માહિતી કચેરી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર અતિભારે વરસાદ ના કારણે તાપી જિલ્લાના ડોલવણ, નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકામાં તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં આજ તા. 26/07/2024 ના રોજ રજા જાહેર કરવા માન. કલેક્ટર શ્રીની સૂચના છે.







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top