નવસારી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી દે માર વરસેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.એક દિવસના વિરામ બાદ ફરિવાર જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ અને વાંસદામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 10 વાગ્યા બાદ નવસારી શહેરમાં પણ મેઘ સવારી નીકળી છે.
બે દિવસ અગાઉ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રાત્રિના સમયે ચક્રવાત ફૂકાતા કેળા ચીકુ સહિતના બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું. બાગાયત નિયામક વિભાગ દ્વારા તેનો સર્વે કરાવીને ખેડૂતોને વળતર મળે તે દિશામાં કામગીરી હાથ ધરી છે, ત્યારે ફરીવાર નવસારી જિલ્લામાં આજથી વરસાદી માહોલ જામ્યો છે, અત્યાર સુધી નવસારી જિલ્લામાં 1.5 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સમગ્ર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદ રહેશે.