'અનુરાગ ઠાકુરે મને ગાળ આપી...' રાહુલ ગાંધીના આરોપ પર સંસદમાં હોબાળો

0
  • સંસદમાં ચર્ચા દરમ્યાન અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
  • રાહુલ ગાંધી ઉભા થયા અને આરોપ લગાવ્યો કે અનુરાગ ઠાકુરે મને અપશબ્દો કહ્યા.
  • અમને જાતીય જનગણના જોઈએ જે અમે કરાવીને રહીશું. જેનાં માટે મારે ગમે તેટલા અપશબ્દો સાંભળવા પડે :રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ અને સંસદમાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી અને અનુરાગ ઠાકુર આજે જાતીય જનગણનાનાં મુદ્દે સામ સામે આવી ગય હતા. બંને વચ્ચે જોરદાર બોલાચાલી થવા પામી હતી આ દરમ્યાન અખિલેસ યાદવે પણ રાહુલ ગાંધીનું સમર્થન કરતા સત્તા પક્ષનાં નેતાઓને ઘેર્યા હતા. આ દરમ્યાન સંસદમાં હંગામો મચી જવા પામ્યો હતો.

બજેટ પર ચર્ચા થઈ રહી હતી
તમને જણાવી દઈએ કે હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં બજેટ પર ચર્ચા થઈ રહી છે. સંસદમાં ચર્ચા દરમ્યાન અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી બનેલ પૂર્વ પ્રધાનમંત્રીઓનો ઉલ્લેક કર્યો હતો અને દરેક સમયગાળા દરમ્યાન ભ્રષ્ટ્રાચારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હું પૂછવા માંગુ છું કે હલવો કોને મળે છે. કેટલાક લોકો ઓબીસીની વાત કરે છે. તેમનાં માટે ઓબીસીનો અર્થ ઓન્લી ફોર બ્રધર ઈન લો કમીશન. મેં કહ્યું હતું કે, જેમને જાતિની ખબર નથી તેઓ ગણતરીની વાત કરે છે. મેં કોઈનું નામ નથી લીધું. પરંતું જવાબ આપવા માટે કોણ ઉભા થઈ ગયા.

અસત્યનાં પગ નથી હોતાઃ અનુરાગ ઠાકુર
આ પહેલા અનુરાગ ઠાકુરે આ પણ કહ્યું હતું કે, અસત્યનાં પગ નથી હોતા અને અહીયા કોંગ્રેસ પાર્ટીનાં ખભા પર સવારી કરે છે. જેમ મદારીનાં ખભા પર વાંદરૂ હોય છે. તેમજ રાહુલ ગાંધીનાં ખભા પર અસત્યનું બંડલ છે. આ ટિપ્પણી બાદ પણ સંસદમાં હંગામો વધી ગયો તો સ્પીકરે રાહુલ ગાંધીને જવાબ આપવા માટે મંજૂરી આપી હતી.

રાહુલ ગાંધીએ લગાવ્યો આ આરોપ
ત્યારે રાહુલ ગાંધી ઉભા થયા અને આરોપ લગાવ્યો કે અનુરાગ ઠાકુરે મને અપશબ્દો કહ્યા. મારૂ અપમાન કર્યું. પરંતું મને તેમની પાસેથી માફી નથી જોઈતી. ત્યારે મંગળવારે સંસદમાં સ્પીકરની ખુરશી પર જગદંબિકા પાલ બેઠા હતા. અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું કે, તેમને ખબર હોવી જોઈએ કે LOP નું આખું નામ સંપૂર્ણ આગેવાન વિપક્ષ નેતા હોય છે. લીડર ઓફ પ્રચાર નેતા નથી. કોંગ્રેસ પાર્ટીએ ખૂબ ભ્રષ્ટ્રાચાર કર્યો છે.

દલિતોની વાત કરવાવાળાનું અપમાન થાય છેઃ રાહુલ ગાંધી
અનુરાગ ઠાકુરનું આવી રીતે બોલતા જ સંસદમાં હંગામો મચી જવા પામ્યો હતો. આ દરમ્યાન રાહુલ ગાંધી ફરી તેમની સીટ પર ઉભા થઈ ગયા હતા. અને અનુરાગ ઠાકુરને જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીએ મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે સ્પીકર સાહેબ, જે કોઈ દલિતોની વાતનો મુદ્દો ઉઠાવે છે એને અપશબ્દો સાંભળવા પડે છે. હું આ તમામ અભદ્ર શબ્દો ખુશીથી સાંભળી લઈશ. મહાભારતની વાત થઈ તો અર્જુનને માત્ર માછલીની આંખ જ દેખાતી હતી. અમને જાતીય જનગણના જોઈએ જે અમે કરાવીને રહીશું. જેનાં માટે મારે ગમે તેટલા અપશબ્દો સાંભળવા પડે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અનુરાગ ઠાકુર મને અપશબ્દો બોલ્યા છે. પરંતું મને તેમની પાસેથી માફી જોઈતી નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top