રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે,અગ્નિકાંડના પીડિત પરિવારોને મળશે

0
લોકસભામાં વિરોધ પક્ષના નેતા (Lop Lok Sabha Rahul Gandhi) રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે (Rahul Gandhi Gujarat Visit) લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે ગેમઝોન (Rajkot TRP Game Zone incident) અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળશે. અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઇન વાત કરી હતી. મૃતક આશાબેન કાથડના પરિવારજનોએ કહ્યું અમે આવતીકાલે રાહુલ ગાંધીને મળીશું. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ રાજકોટથી પીડિત પરિવારોને અમદાવાદ લઈ જશે. 

આ દરમિયાન બીજેપી પ્રદેશ કારોબારીમાં રાહુલ ગાંધીની ચેલેન્જની નોંધ લેવામાં આવી છે. સંસદમાં રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી હતી કે ગુજરાતમાં ભાજપને હરાવીશું. પ્રદેશ કારોબારીમાં સંગઠન મહા મંત્રી રત્નાકરે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આપણે બધાએ એક રહેવાનું છે. વિપક્ષમાં સેનાપતિઓની સંખ્યા વધુ છે.

પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સામનો કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા રાહુલ ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. 6 જુલાઇએ રાજ્યના તમામ કાર્યકર્તાઓને અમદાવાદ આવવા માટે અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત તેમણે કહ્યું રાજ્યનું વૈચારિક લડાઈ ને ગુંડાગીરી સુધી ન લઈ જવાય. પહેલીવાર વાર એવું બન્યું કે પક્ષની ઓફિસ પર તોડફોડ કરવામાં આવી. ભાજપના ગુંડાઓએ અસ્મિતાને કલંકિત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દીવાલ બની રક્ષણ કર્યુ, વિના મંજૂરી એ ગુંડા આવ્યા, એમને ઉઠાવ્યા હોત તો ઘર્ષણ ન થયું હોત. કેટલાક પોલીસ અધિકારીઓનો દુરુપયોગ થયો. જો ભવિષ્યમાં આવું કોઈ અધિકારી કરશે, માફ નહી કરીએ. રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળે તેવી લોકોને અપીલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top