ભારે વરસાદને લીધે તમામ જળાશયો ઓવર ફ્લો થયા,ઓઝત નદી પણ ગાંડીતુર થઈ

0
છેલ્લા 15 દિવસથી જુનાગઢ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. પરંતુ, આ મેઘ મહેર ધીરે-ધીરે મેઘ કહેર સ્વરૂપે જોવા મળી રહી છે. જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકની હાલત હાલ ખરાબ થતી જોવા મળી રહી છે. ગઈકાલ સાંજ સુધી જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, પંચાયત માર્ગ અને મકાન વિભાગના 70 રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. મોટાભાગના ઘેડ પંથકોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદને પગલે હજારો વીઘા જમીન હાલ બેટમાં ફેરવાય ગયા છે.


નદીઓમાં ઘોડાપૂર આવતા ડેમના દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદને લીધે તમામ જળાશયો ઓવર ફ્લો થયા છે. જળાશયો સિવયા નદીનાળા છલકાયા છે. નદીઓમાં ઘોડાપૂર આવવાથી ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ઓઝત નદી પણ ગાંડીતુર થઈ ગઈ છે. જેના લીધો ઘેડ પંથકમાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ આકાશી દ્રશ્યો જૂનાગઢના પંચાળા ઘેડ પંથકના છે. જ્યાં હાલ કફોડી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top