નવસારી, ખેરગામ ખેરગામ પંથકમાં રવિવારે સવારથી બપોરના 8 કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોસમ વિભાગની આગાહી મુજબ સમગ્ર નવસારી જિલ્લામાં રવિવારે વરસાદ વરસ્યો હતો.
જેમાં સૌથી વધુ વરસાદ વલસાડને અડીને આવેલ ખેરગામ તાલુકામાં પડ્યો હતો. તાલુકામાં સવારે 6 થી બપોરે 2 વાગ્યાના 8 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં પણ સવારે 8 થી 10 ના બે કલાકમાં જ 2 ઇંચ પાણી વરસી ગયું હતુંઉ ભારે વરસાદના કારણે ખેરગામ અને તેની નજીકના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.