ધો. 12 પાસ માટે સરકારી જૉબની ઉત્તમ તક આવી ગઇ

0
  • સ્ટેનોગ્રાફર પોસ્ટ પર અલગ-અલગ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓમાં 2006 જેટલી જગ્યાઓ ખાલી
  • SSC સ્ટેનોગ્રાફર ગ્રુપ C અને ગ્રુપ Dની ભરતી દ્વારા ભરશે
  • 12 પાસ કરેલ વ્યક્તિઓ જ સ્ટેનોગ્રાફર ગ્રુપ C અને ગ્રુપ Dના ફોર્મ ભરી શકે છે
સરકાર દ્વારા 12 પાસ પર જાહેરાત કરવામાં આવી છે. સરકારે આપેલ માહિતી પ્રમાણે સ્ટેનોગ્રાફર પોસ્ટ પર અલગ-અલગ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓમાં 2006 જેટલી જગ્યાઓ ખાલી છે. જે હવે SSC સ્ટેનોગ્રાફર ગ્રુપ C અને ગ્રુપ Dની ભરતી દ્વારા ભરશે. આ ભરતીના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે

શું તમે પણ સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો, તો હવે આવી ગયો છે આતુરતાનો અંત, સરકાર દ્વારા 12 પાસ પર જાહેરાત કરવામાં આવી છે. સરકારે આપેલ માહિતી પ્રમાણે સ્ટેનોગ્રાફર પોસ્ટ પર અલગ-અલગ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓમાં 2006 જેટલી જગ્યાઓ ખાલી છે. જે હવે SSC સ્ટેનોગ્રાફર ગ્રુપ C અને ગ્રુપ Dની ભરતી દ્વારા ભરશે. આ ભરતીના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, જે તમે SSCની વેબસાઇટ પર જઈને 24 ઓગસ્ટ સુધી ભરી શકો છો.

કઈ લાયકાત ધરાવતા યુવાનો ફોર્મ ભરી શકશે?
12 પાસ કરેલ વ્યક્તિઓ જ સ્ટેનોગ્રાફર ગ્રુપ C અને ગ્રુપ Dના ફોર્મ ભરી શકે છે. સ્ટેનોગ્રાફર ગ્રુપ C માટે ફોર્મ ભરનારની ઉંમર 18 થી 30 વર્ષ અને સ્ટેનોગ્રાફર ગ્રુપ D માટે 18 થી 27 વર્ષ ઉંમર હોવી જરૂરી છે. અનામત વર્ગમાં આવતા વ્યક્તિઓને મહતમ છુટ મળશે.

ફોર્મ માટેની અંતિમ તારીખ
સ્ટેનોગ્રાફરની ભરતી માટે ઓનલાઈન ફોર્મ 26 જુલાઇથી 17 ઓગસ્ટ સુધી ભરી શકાશે, તેમજ ઓનલાઈન ફોર્મ ફી ભરવા માટે છેલ્લી તારીખ 18 ઓગસ્ટ છે. ફોર્મ માં સુધારા વધારા 27 અને 28 ઓગસ્ટે થઈ શકશે. કમ્પ્યુટર બેઝ્ડ એક્ઝામ ઓક્ટોબર- નવેમ્બર 2024 સુધીમાં લઈ શકે છે.

શું હશે પસંગીની પ્રક્રિયા
સ્ટેનોગ્રાફર ગ્રુપ C અને ગ્રુપ Dના શિલેક્શન માટે 2 સ્ટેજ રહેશે. જેમાં સ્ટેજ 1 માં કમ્પુટર બેઝ્ડ ઓનલાઇન પરીક્ષા, જેમાં માત્ર વિકલ્પો રહેશે. વિકલ્પોમાં જનરલ નોલેજ, રિઝનિંગ અને ઇંગ્લિશ ભાષાના પ્રશ્નો પૂછાઈ શકે છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ સ્કિલ ટેસ્ટ હોય છે, જેમાં સ્ટેનોગ્રાફી અને ટાઇપિંગ ટેસ્ટ હશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top