તાપી જીલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામડામાં પાણી ભરાતાં 113 આંતરિક રસ્તાઓ બંધ

0


દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં તાપી સહિત વ્યારા, વાલોદ, સોનગઢ અને ડોલવણ તાલુકાના અનેક ગામડામાં પાણી ભરાતાં 113 આંતરિક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. તાપીના 500 જેટલાં લોકોનું શેલ્ટર હોમમાં સ્થાળાંતર કરવામાં આવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ડોલવણ તાલુકામાં 137 મિ.મી. વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે આવતી કાલ સુધી દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.


 દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં આજે(26 જુલાઈ) તાપી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં ઝાખરી, વ્યારા, વાલોડ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે ઝાખરી અને વાલ્મિકી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top