સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે આવતીકાલે શાળાઓ બંધ રાખવા કલેકટરે આદેશ આપ્યો

0
રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.



બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી કરાઈ છે. આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,પોરબંદર, જુનાગઢ અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે.


સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે આવતીકાલે  શાળાઓ બંધ 
રાજ્યમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયેલ હોઈ,સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડેલ હોઈ તથા હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડનાર હોઈ જે બાબત ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં તારીખ ૨૪/ ૭/ ૨૦૨૪ ના રોજ સુરત શહેર અને જિલ્લાની કચેરીના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. સૂચનાનો અમલ તમામ શાળાઓએ ચૂસ્તપણે કરવાનું રહેશે તેવી કલેકટરશ્રી દ્રારા શાળાઓ બંધ રાખાવા આદેશ આપ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top